ઇડર ના બરવાવ રોડ ઉપર ચાઇનીઝ દોરીની ૬૦ નંગ ફીરકીઓ સાથે બે ઇસમોને ઝડપી પાડી ઇડર પોલીસે ફરિયાદ નોંધી
ગાંધીનગર પોલીસ મહાનીરીક્ષક અભય ચુડાસમા ગાંધીનગર તથા સાબરકાંઠા પોલીસ અધિક્ષક નીરજકુમાર બડગુજર દ્વારા ઉતરાયણના તહેવાર આવતો
હોય અને સરકાર ધ્વારા ચાઇનીઝ દોરી ઉપર પ્રતીબંધ ફરમાવતુ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. ત્યારે ચાઇનીઝ દોરી વેચતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની
કાર્યવાહી કરવા સુચના કરેલ છે.
જે સંદર્ભે ઇડર વિભાગ ના ડી.વાય.એસ પી ડી.એમ. ચૌહાણના માગદર્શન હેઠળ ઇડર ઇન્ચાજૅ પોલીસ ઇન્સપેકટર ઓ.કે.જાડેજા તથા ટાઉનબીટના હે.કો. હિરણસિંહ તથા હે.કો. મેહુલકુમાર પોલીસ સ્ટાફ ના માણસો દ્વારા આ દીશામાં સતત વોચ તથા પ્રેટોલીંગ કરાઈ રહ્યું હતું. ત્યારે 9 જાન્યુઆરી ને રવિવારે બાતમી મળી હતી કે, સાબલવાડ ગામેથી બરવાવ રોડ ઉપર બે ઈસમો એક મોટર સાયકલ ઉપર ચાઇનીઝ દોરીની ફીરકીઓ એક
કાગળના પુઠ્ઠવાળા બોકસમાં લઇ વેચાણ કરવા માટે ફરે છે. જે હકિકત આધારે પોલીસે સાબલવાડ ગામે
ચાર રસ્તા નજીક બરવાવ રોડ ઉપર વોચ રાખી તપાસમાં હતા તે દરમ્યાન બરવાવ રોડ ઉપરથી એક મોટર સાયકલ આવતા મોટર સાયકલને ઉભી રખાવી મોટર સાયકલ ઉપર બે ઇસમો બેસેલ હતા. અને બન્ને ઈસમો વચ્ચે એક કાગળના પુઠ્ઠાનું મોટુ બોક્સ હતુ. જે કાગળના પુંઠ્ઠા વાળા બોક્સમાં
ચાઈનીઝ દોરીની ફીરકીઓ નંગ-૬૦ કિં.રૂા.૧૨,૦૦૦ ની વેચાણ માટે રાખી તથા હિરો સપ્લેન્ડર મોટર સાયકલ નંબર, જી.જે.૦૯.ડી.એસ.૦૭૯૩ ની કિ.રૂ.૨૦,૦૦૦ ની મળી કુલ કિ.રૂ.૩૨,૦૦૦ ના મુદ્દામાલ સાથે રિધમકુમાર શૈલેષભાઇ પટેલ અને કામરાન અસલમભાઇ મનસુરી બન્ને રહે.ઓડા તા ઇડર, જી. સાબરકાંઠા ને પોલીસે ઝડપી પાડી બન્ને ઈસમોને ચાઈનીઝ દોરી ઉપર પ્રતિબંધ હોય ઈસમો વિરૂધ્ધમાં જાહેરનામાના ભંગ બદલ કાયદેસરની કાર્યવાહી કરી ફરિયાદ નોધવામા આવી હતી..
ઇડર…