ઇડર ના વડીયાવીર ગામે આઠમની રાત્રે મહાઆરતી યોજાઈ

0
19

આસો મહિના ની નવરાત્રી ના દિવસો ચાલી રહ્યા છે. આઠમના દિવસે મતાજી ના હોમ હવન યોજાતું હોય છે. જેને લઈને
આઠમ નું ખૂબ મહત્વ રહેલું છે.
વડીયાવીર ગામના વસવાયા મિત્ર મંડળ (ઇડર) દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવ માં આઠમ ની રાત્રે મહાઆરતી નું આયોજન કરવામાં આવ્યું હતું. જે કાર્યક્રમ માં માતાજીની 108 આરતી ઉતારવા નું આયોજન કરાયું હતું .જેમાં વડીયાવીર સમસ્ત ગામ ના વસવાયાં પરિવાર ના સભ્યો દ્વારા ઉત્સાહ ભેર ભાગ લેવામાં આવ્યો હતો.વસવાયા ભાઈઓ દ્વારા પરિવારની હાજરીમાં એકસાથે માતાજીની 108 આરતી ઉતારી હતી. 108 આરતીના દીવડાના તેજ નું સુંદર દ્રશ્ય જોવા મળ્યું હતું.
તેમજ વડીયાવિર ગામ ના વતની અને વ્યાપાર અર્થે બહાર રહેતા રમણભાઈ હીરાભાઈ પ્રજાપતિ દ્વારા તેમની માતૃશ્રી ની પુણ્યતિથિ નિમિતે વડીયાવીર ગરબી મંડળ માં એક લાખ રૂપિયા દાન આપી માતાજી આઠમની આરતી ઉતારી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. જે બદલ વસવાયા ભાઈઓ દ્વારા રમણભાઈ ને અભિનંદન પાઠવ્યા હતા.
વસવાયાં મિત્ર મંડળના આયોજકોએ ભારે જહેમત ઊઠાવી કાર્યક્રમને સફળ બનાવાયો હતો.આ પ્રસંગે સહકાર આપવા બદલ વસવાયા ભાઈનો આયોજકો દ્વારા આભાર માનવામાં આવ્યો હતો.
ઇડર…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here