ઇડર ના ગંભીરપુરા મહુડા વસાહત તેમજ રૂવચ ગામે પોલીસે રેઇડ કરી દેશી દારૂ પકડી ફરિયાદ નોંધી.

0
17

ઇડર…

ઇડર પોલીસ દ્વારા 3 લીટર અને જાદર પોલીસ દ્વારા 5લીટર દારૂ ના કેસો બનાવી પોતાની મોટી કામયાબી બતાવી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે.

ઇડર પોલીસ સ્ટેશનના હે.કો. હિરણસિંહ તથા પો.કો. જયંતિભાઇ દ્વારા ઇડર ટાઉન વિસ્તારના ગંભીરપુરા મહુડા વસાહત ખાતે બાવળોની ઝાડીઓમા રેઇડ કરતા ગોપાલભાઇ કિશનભાઇ પવાર નામનો ઇસમ પોલીસ ને દુરથી જોઇ જતા હાથમાનુ પ્લાસ્ટિક કેન છોડી ભાગી ગયો હતો.પોલીસે પ્લાસ્ટિક કેનમા જોતા અંદર ૩ લિટર કિ.રૂ. ૬૦ નો દેશી દારૂ પકડી મુદ્દામાલ કબ્જે કરી નાસી જનાર વિરુધ્ધ ઇડર પોલીસ મથકે ગુનો નોંધ્યો હતો. તેવીજ રીતે જાદર પોલીસ સ્ટેશનના હે.કો. મિતેષભાઇ તથા લોર દિલીપકુમારે રૂવચ ગામના કોદરસિંહ નાથુસિંહ પરમાર ના રહેણાંક ઘરે રેઇડ કરી ૫ લિટર કિ.રૂ. ૧૦૦ નો દેશી દારૂ પકડી પાડ્યો હતો. રેઇડ દરમ્યાન હાજર નહિ મળનાર ઇસમ વિરુદ્ધ પ્રોહિ એક્ટ મુજબ જાદર પોલીસ મથકે ગુન્હો નોધવામા આવ્યો હતો.આમ ઇડર અને જાદર પોલીસ દ્વારા 160 રૂપિયાનો દારુ પકડવામાં આવ્યો હતો.
ઇડર…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here