ઇડર ના ચાંડપ ગામના બે ખેતરમાંથી 1 લાખના ૪ ચંદનના ઝાડની ચોરી થઈ
11 એપ્રિલ ની રાત્રી દરમ્યાન બડોલી ગામના ખેતરમાં થી 16 ચંદનના ઝાડ કાપી ચોરો સુગંદીદાર લાકડું ચોરી ગયા હતા.
અને તેજ રીતે ઇડર તાલુકાના ચાંડપ ગામની સીમમાં આવેલ વિનુભાઇ નાથાભાઇ પ્રજાપતિ ના સવૅ નં ૫૭૯ વાળા ખેતરમાં ૧૨ વષૅ પહેલા વાવેતર કરેલ ચંદનના ૨ ઝાડ આશરે ૫ ફૂટના બે ઝાડની કિ રૂ. ૫૦ હજાર નુ કોઇ ચોર ઇસમ કાપી સુખડ ચંદનના સુગંદીદાર લાકડાના ટુકડા લઇ ગયા હતા. તેમજ અશોકકુમાર ચુનીલાલ પટેલ ના ચાંડપ ગામની સીમમાં આવેલ સવૅ નં ૭૬૦ વાળા ખેતરમાં ચંદનના બે ઝાડ આશરે ૫ ફૂટની લંબાઇવાળા ચંદનના ઝાડની કિ.રૂ . ૫૦ હજારના કોઇ ચોર ઇસમો ચંદનના ઝાડ કાપી લઇ જતા વિનુભાઇ પ્રજાપતિ તથા અશોકકુમાર પટેલે ચંદન ઝાડ ચોરાયાની ફરિયાદ ઇડર પોલીસ સ્ટેશન ખાતે નોધાવતા ઇડર પોલીસે સ્થળ તપાસ કરી ચોરોની શોધ ખોળ હાથ ધરી હતી.
ઇડર…