ઇડર…
શ્રી રાવોલ પ્રાથમિક શાળા મુકામે 5 અને 6 જાન્યુઆરી ના રોજ શ્રી ગિજુભાઈ બધેકા લાઈફ સ્કીલ મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. લાઈફ સ્કીલ મેળા અંતર્ગત બાજરીના રોટલા બનાવવા,ઘઉંની રોટલી બનાવવી, મકાઈના રોટલા બનાવવા,લસણની ચટણી બનાવવી, થેપલા બનાવવા,પાણીપુરી બનાવી સ્ટોલ ખુલ્લો મુકવો,ફાફળા તળવા તેમજ ચાનો સ્ટોલ બનાવવા જેવી વિવિધ પ્રવૃતિ કરી જીવન જીવવાની કળા જોવા મળેલ હતી. તેમજ મહેંદી મુકવી,ટાયર પંચર,કુકર ખોલ બંધ કરવું ,રંગોળી સ્પર્ધા,બકરીની શેર કાઢવી જેવી જીવન ઉપયોગી કળા કરી લાઈફ સ્કીલ મેળો આનંદદાયક બનાવવામાં આવ્યો હતો.સમગ્ર ભુલાકાઓએ ઉત્સાહપૂર્વક આ મેળામાં ભાગ લઈ નવીન વસ્તુ શીખી હતી.
શ્રી રાવોલ પ્રાથમિક શાળામાં બાળમેળાનું આયોજન યોગેશભાઈ દવે અને લાઈફ સ્કીલ મેળાનું આયોજન હાર્દિકભાઈ પટેલ તેમજ સમગ્ર શાળાપરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું.
ઇડર…