આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ‘આત્મનિર્ભર ગ્રામ યાત્રા’ રાજ્યવ્યાપી પ્રારંભ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ દ્વારા કરાવ્યો છે જેના ભાગ રૂપે 19 નવેમ્બર ના રોજ ઇડર શહેર ખાતે જવાનપુરા પંચાયત દ્વારા ‘આત્મનિર્ભર ગ્રામ યાત્રા’ નું સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ આ પ્રશ્નગે ઇડર વડાલી ના ધારાસભ્ય હિતુભાઈ કનોડિયા દ્વારા રથને લીલી ઝંડી બતાવીને પ્રસ્થાન કરાવ્યું હતું.જવાનપુરા પંચાયત ના તલાટી કમ મંત્રી છાયાબેન પટેલ, તાલુકા વિકાસ અધિકારી દીનેશભાઈ ,તાલુકા પ્રમુખ હર્ષબેન, તાલુકા સદસ્ય રેખાબેન, તાલુકાના લઘુમતી મોરચાના પ્રમુખ જાકીર મેમણ ની સાથે જવાનપુરા પંચાયત ના સદસ્યો હાજર હતા
આ કાર્યક્રમનો હેતુ ગુજરાત સરકારની વિવિધલક્ષી યોજનાઓ સામાન્ય નાગરિક સુધી પહોંચે અને તેને ઘર આંગણે વિવિધ પ્રકારની સુવિધાઓ પ્રાપ્ત કરાવવા માટે અલગ અલગ વિભાગની સહાય અને પ્રારંભિક મંજૂરીઓ આપવામાં આવી હતી.