ઇડરના મહાકાલેશ્વર જતા પુલ નીચે 10,200 રૂ ની રોકડ રકમ સાથે બે જુગારીઓને પોલીસે પકડ્યા

0
2

ઇડર પોલીસ સ્ટેશનના પો.સ.ઇ એન.આર.ઉમટ તથા હે.કો ભુપેન્દ્રસિંહ પોલીસ સ્ટાફ સાથે પીટીસી કોલેજ પાસે પેટ્રોલિંગમા હતા દરમ્યાન પોલીસ સ્ટાફ ને બાતમી મળેલ કે ઇડરના મહાકાલેશ્વર જતા પુલ નીચે કેટલાક ઇસમો ગંજી પાનાનો હાર જીતનો જુગાર રમી રમાડે છે જેથી પોલીસે બે પંચોના માણસો સાથે રાખી બાતમીવાળી જગ્યાએ મહાકાલેશ્વર જતા પુલ નીચે તપાસ કરતા તે જગ્યાએ કેટલાક ઇસમો કુંડાળુ વળી ગંજી પાનાનો પૈસાથી હાર જીતનો જુગાર રમી રમાડતા હતા પોલીસે કોડૅન કરી પકડવા જતા કેટલાક ઇસમો દોડી નાસી ગયેલ અને બે ઇસમોને પોલીસે સ્થળ ઉપર શેલૈષગીરી શભુગીરી ગોસ્વામી તથા અનીલ અમરભાઇ વાઘરી બંને રહે ઇડર ને પકડી પાડી દાવ ઉપર મુકેલ રોકડ રકમ ગંજીપાના તેમજ અંગઝડતી તપાસ કરતા રોકડ રકમ ૧૦,૨૦૦ ના મુદ્દામાલ સાથે બંને ઇસમોને પોલીસે પકડી બંને ઇસમો વિરુદ્ધ પોલીસે જુગારધારા કલમ ૧૨ મુજબ ગુન્હો નોધી કાયૅવાહી હાથ ધરી હતી.
ઇડર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here