આજરોજ તારીખ 17/10/2021- ના અંજાર તાલુકાના સત્તાપર મધ્યે શ્રીગોવર્ધન આહિર કન્યા સંકુલના ટ્રસ્ટીઓની એક મહત્વની મિટીંગ મળી હતી જેમાં ઠરાવ નંબર 1 મુજબ એક વર્ષ માટે સંચાલન સમિતિ નીમવામાં આવી તેમાં પ્રમુખ તરીકે શ્રી કચ્છ પાટણ આહીર સમાજના પ્રમુખ તથા યુવા આહીર સમાજ ઉપરાંત યુવા આઇકોન ઉચ્ચ શિક્ષિત એડવોકેટ ત્રીકમભાઈ વાસણભાઈ આહિર ની સર્વાનુમતે નિમણુક કરવામાં આવી .ત્રિકમભાઈ વાસણભાઇ આહીર સ્પોર્ટ્સ માં કચ્છ માં પ્રખ્યાત રતનાલ સ્પોર્ટ્સ ક્લબ ના સ્થાપક પ્રમુખ તથા સંચાલક ઉપરાંત , આહીર બોર્ડિંગ નું સંચાલન ખૂબ સફળતા પૂર્વક કરી રહ્યા છે . ત્રિકમભાઈ આહીર ના પ્રમુખપદ હેઠળ સંચાલક સમિતિ નિમણૂક કરવામાં આવી . શ્રી ત્રિકમભાઈ વાસણભાઇ આહિરને શ્રી ગોવર્ધન આહીર કન્યા સંકુલની સંચાલન સમિતિના પ્રમુખ પદે વરણી કરવામાં આવી છે ઉપસ્થિત સર્વ કચ્છ પાટણ ના આહીર સમાજના અગ્રણી ગોવર્ધન છાત્રાલય ટ્રસ્ટીઓ દ્વારા શુભેચ્છાઓ અભીનંદન પાઠવ્યા હતાં
રીપોર્ટ -રાણાભાઇ આહીર
ભચાઉ કચ્છ
મો-9327990178