દાહોદનાં ૫૫૭ જેટલા ગામોમાં પાંચ રથો થકી વિવિધ યોજનાકીય લાભો પહોંચતા કરનારી આત્મનિર્ભર ગ્રામ યાત્રા પ્રાથમિક શાળામાં નિયમિત હાજરી આપનારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી રહી છે. શાળામાં નિયમિત આવતા ૩૦૦ વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર એનાયત કરીને તેમને વિશેષ પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. આ પ્રમાણપત્ર પ્રથમ સત્રની હાજરીને આધારે અપાયું છે જે બીજા સત્રમાં પણ વિદ્યાર્થીઓને નિયમિત આવવા માટે ઇજન સમાન પૂરવાર થશે.
રિપોર્ટ :- મુનિન્દ્ર પટેલ
દાહોદ