થરાદ ખાતે આંજણા કણબી પટેલ સેવા સંઘ દ્વારા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારોને નિમણૂક આપતા પૂર્વ જ્ઞાતિ પ્રમાણપત્રોની ચકાસણી અને ખરાઈ કરવા બાબતે નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી
ગુજરાત સરકાર દ્વારા કાયદાની જોગવાઈના પરિપત્ર અનુસાર ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવતી વિવિધ ભરતીઓમાં નિમણૂક આપતા પૂર્વ સામાજિક ને શિક્ષણ રીતે પછાત વર્ગના ઉમેદવારના જાતિ પ્રમાણપત્ર ની ચકાસણી કરવાની જોગવાઈ કરવામાં આવેલ છે જે સંદર્ભે વિવિધ ભરતીઓમાં આવી ચકાસણી કરવામાં આવી છે અને આગામી સમયમાં પોલીસ કોન્સ્ટેબલ તથા અન્ય ભરતીઓ સંદર્ભે પણ આવી ચકાસણી કરવામાં આવનાર છે તેની ચકાસણી બાદ અને જરૂરી આધાર પુરાવા બાદ સરકારશ્રી દ્વારા જાતિ પ્રમાણપત્રમાં નિમણૂક પૂર્વ આવા પ્રમાણપત્રોની પૂન ચકાસણી શા માટે કરવામાં આવે છે આ પદ્ધતિ અપનાવવાથી સામાજિક અને શિક્ષણિત વર્ગના ઉમેદવારોને દરેક વખતે હાલાકીનો સામનો કરવો પડે છે હમણાં ના સમયમાં આવા પ્રમાણપત્રોની ચકાસણી સામે આંજણા ચૌધરી સમાજના ઉમેદવારો અને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે વિશેષમાં ગુજરાત રાજ્યમાં બનાસકાંઠા મહેસાણા પાટણ સાબરકાંઠા અરવલ્લી ગાંધીનગર અમદાવાદ વગેરે જેવા જિલ્લાઓમાં આજના ચૌધરી સમાજ મોટાપાય વસવાટ કરે છે ત્યારે સમાજના ઉમેદવારો જાતિગત રીતે સાચા હોવા છતાં પોતાની જાતિ પુરાવા કરવા માટે જે હાલાકી ભોગવી રહ્યા છે તે સરકારશ્રી દ્વારા
1978 પહેલા ની બક્ષીપંચમાં જે પુરાવા રજૂ કરવા બાબતે થરાદ નાયબ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું આવનારા સમયમાં સરકાર દ્વારા જે નિયમ કરવામાં આવ્યો છે તે તાત્કાલિક પાછો લેવામાં આવે અને અને લગભગ 146 જ્ઞાતિ ઓબીસીમાં છે આ દરેકને લાગુ પડે છે સરકારી પરીક્ષાઓમાં પાસ થયેલા વિદ્યાર્થીઓને સરકાર દ્વારા 1978 પહેલાના ડોક્યુમેન્ટો જાતિ માટે પુરાવા માટે ડોક્યુમેન્ટ મંગાવવામાં આવે છે ત્યારે વિદ્યાર્થીઓને ૧૯૭૮ પહેલાંના કોઈ ડોક્યુમેન્ટ ન મળતા ભારે હાલાકી નો સામનો ભોગવી રહ્યા છે વિદ્યાર્થીઓને એક જ માંગ છે કે સરકાર દ્વારા જે ઓબીસી નો ડોક્યુમેન્ટ નિયમ લાગુ કરવામાં આવ્યો છે તેને તાત્કાલિક નીકળવામાં આવે…
અહેવાલ. સેંધાભાઈ ચૌધરી,થરાદ