મંદિર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી પિયુષભાઈ આચાયૅ દ્વારા રથયાત્રા ની રૂપરેખા પ્રસ્તુત કરી..
કોરોના ની મહામારી બાદ નિકળનારી રથયાત્રા ને લઈને રથયાત્રા નાં સેવાભાવી સારથીઓ માં અનેરો ઉત્સાહ જોવા મળ્યો..
પાટણ તા.20
આગામી અષાઢ માસની પવિત્ર બીજ નાં પવિત્ર દિવસે પાટણ શહેરના શ્રી જગન્નાથ મંદિર પરિસર ખાતે થી નિકળનાર ભગવાન શ્રી જગન્નાથજી, ભાઈ બલભદ્રજી અને બહેન સુભદ્રાજી ની 140 મી રથયાત્રા ને સાંગોપાંગ સફળ બનાવવા શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી મંડળ સહિત શ્રી જગન્નાથ રથયાત્રા નાં કાયૅકરો ની અગત્યની બેઠક શ્રી જગન્નાથ મંદિર પરિસર ખાતે નાં હોલ ખાતે મેનેજિંગ ટ્રસ્ટી પિયુષભાઈ આચાયૅ નાં અધ્યક્ષ સ્થાને મળેલી હતી.
છેલ્લા બે વર્ષથી પાટણ શહેર માં કોરોના ની મહામારી નાં કારણે શ્રી જગન્નાથ ભગવાનની અષાઢીબીજ નિમિત્તે નિકળતી ભવ્યાતિભવ્ય રથયાત્રા ટ્રસ્ટી મંડળ દ્વારા સરકાર ની ગાઈડ લાઈન મુજબ ખુબજ સાદગીપૂર્ણ રીતે કાઢવામાં આવી હતી. ત્યારે ચાલુ સાલે કોરોના ની મહામારી દુર થઇ હોય આગામી અષાઢીબીજ નિમિત્તે શ્રી જગન્નાથ ભગવાનના મંદિર પરિસર ખાતે થી નિકળનારી 140 મી રથયાત્રા નાં આયોજન ને લઈને શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી મંડળ સહિત શ્રી જગન્નાથ રથયાત્રા નાં કાયૅકરો માં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.
શ્રી જગન્નાથ ભગવાનની રથયાત્રા ને ભક્તિ સભર માહોલમાં ભવ્યાતિભવ્ય રીતે ઉજવવામાં માટે શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી પિયુષભાઈ આચાયૅ દ્વારા રથયાત્રાનાં આયોજન ની રૂપરેખા પ્રસ્તુત કરી હતી.
આ બેઠકમાં ઉપસ્થિત રહેલા શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી મંડળ સહિત રથયાત્રા નાં સેવાભાવી કાયૅકરો દ્વારા પોતાના વિચારો રજૂ કરી ભગવાન શ્રી જગન્નાથ ની 140 મી રથયાત્રા ને યાદગાર બનાવવા કટીબદ્ધતા વ્યક્ત કરી હતી.
રીપોટર. કમલેશ પટેલ. પાટણ