અરવલ્લી : થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરની ઉજવણીમાં દારૂ પીને છાકટા બનેલા ૫૦ થી વધુ ઝડપાયા, શામળાજી પોલીસે ૨૧ નશેડીઓને દબોચ્યા

0
11


અરવલ્લી
અરવલ્લી જિલ્લામાં ૩૧ ડિસેમ્બરની રાત્રે ગેરકાયદેસર દારૂની પાર્ટી કરતા,દારૂ પીને વાહનો હંકારતા અને છાકટા બનેલા શખ્શોને જિલ્લા પોલીસ તંત્ર દ્વારા ખાસ એકશન પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો જેમાં શામળાજી પોલીસ સ્ટેશનમાં ૨૧,મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં ૫ ,ભિલોડા પોલીસ સ્ટેશન માં ૧૧, બાયડ અને મોડાસા રૂરલ પોલીસ-૨ અને મેઘરજ પોલીસ,માલપુર પોલીસે ૨ દારૂ પીને છાકટા બનેલા શખ્શોને ઝડપી પાડી તમામ શખ્શો સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

શામળાજી પોલીસ અમદાવાદ-ઉદેપુર નેશનલ હાઈવે નં-૮ પર આવેલી રતનપુર ચેકપોસ્ટ સહીત સમગ્ર માર્ગ પર ઠેર ઠેર પોલીસ દ્વારા રાજસ્થાન તરફથી દારૂ પીને છાકટા બનેલા અને શામળાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પીધેલી હાલતમાં રખડતા ૧)ધવલસિંહ જશુસિંહ રાઠોડ (વાસણા-અમદાવાદ),૨)વસંતસિંહ રામસિંહ મકવાણા (પ્રાંતિજ),૩) રોહિત રમેશભાઈ પ્રજાપતિ (હિંમતનગર),૪)ચિરાગ હેમંતભાઈ ચૌધરી (છાલા,૫) યશ ધર્મેશ વખારીયા (હિંમતનગર)૬) અલ્પેશ ભીખા ચૌધરી (કાકરેજ), ૭)પિયુષ ટપુભાઈ ડોડીયાર (ઉમૈયા),૮)જીગર રશ્મીકાન્ત બારોટ(હિંમતનગર),૯)ધર્મેન્દ્રસિંહ ભગાજી સોલંકી,૧૦) જીતેન્દ્ર બચુભાઈ પરમાર (ઉમૈયા),૧૧) રાકેશ કાળુભાઈ ભોઈ (મહીસાગર),૧૨)મંથન બચુ પટેલ (અમદાવાદ),૧૩) રાજદીપ લક્ષમણ થોરી (ગાભોઇ),૧૪) રાકેશ કૃષ્ણ ચૌહાણ(અમદાવાદ) ,૧૫)ટીકુસિંહ પ્રદીપસિંહ રાજપૂત (અમદાવાદ) ,૧૬)હરેશ જગદીશ યાદવ, ૧૭)કેવારામ કાનજી કટારા (ઉદેપુર),૧૮) અમિત મોહનલાલ સ્વામી(વડોદરા), ૧૯)અલ્પેશ રઘુવીરસિંહ રાઠોડ (અમદાવાદ) ,૨૦)જીતેન્દ્ર પટેલ (વિજાપુર), સોનુ અરવિંદ ઊર્મિ (અમદાવાદ) ઉપરોક્ત તમામ ૧૬ દારૂપીધેલા શખ્શો સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી જેલના સળિયા પાછળ ધકેલી દઈ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here