અરવલ્લી જીલ્લા ભાજપ સંગઠન દ્વારા વડાપ્રધાનના દિર્ધાયુ આયુષ્ય માટે મહામૃત્યુંજય જપનો ધાર્મિક કાર્યક્રમ ભિલોડા આર.જી.બારોટ એજયુકેશન કેમ્પસમાં યોજાયો

0
2

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દિર્ધાયુ આયુષ્ય માટે મહામૃંત્યુંજય જપનો અરવલ્લી જીલ્લા ભાજપ સંગઠન દ્વારા ભિલોડા આર.જી.બારોટ એજયુકેશન કેમ્પસમાં ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પંજાબ રાજ્યના ભટીંડાથી હુસૈનીવાલામાં રાષ્ટ્રિય શહીદ સ્મારક જતા હતા ત્યારે તેમના કાફલાને ખેડુતો અને પ્રદર્શનકારીઓએ દ્વારા રસ્તો
રોકયો હતો.વડાપ્રધાનનો કાફલો 15 થી 20 મીનીટ સુધી ફસાયો હતો.
આ સમગ્ર ધટનાના ધેરા પ્રત્યાઘાતો પડયા છે ત્યારે સખત શબ્દોમાં વખોડી કાઢવામાં આવ્યો હતો.અરવલ્લી જીલ્લા ભાજપ સંગઠન પ્રમુખ રાજેન્દ્રભાઈ પટેલ,અરવલ્લી જીલ્લા પંચાયત સદસ્ય નીલાબેન મડીયા, રસીકાબેન ખરાડી,ભિલોડા તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ કાંતિલાલ પટેલ,ભિલોડા તાલુકા પંચાયત પ્રમુખ તરલીકાબેન તબીયાર,તાલુકા પંચાયત સદસ્ય
ધનજીભાઈ નિનામા,અરવલ્લી જીલ્લા ભાજપ સંગઠન ઉપ પ્રમુખ મનોજભાઈ પટેલ,અનિલભાઈ પટેલ,મહામંત્રી જગદિશભાઈ ભાવસાર સહિત જીલ્લા પંચાયત સદસ્યો,તાલુકા પંચાયત સદસ્યો,
ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here