કપિલ પટેલ દ્વારા અરવલ્લી
અરવલ્લી જિલ્લાના મોડાસા લગ્ન મા અનોખો જમણવાર જોવા મળ્યો અરવલ્લી જિલ્લાના જાણીતા બિલ્ડર તેમજ સામાજિક અને રાજકીય નામના મેળવેલી એવા મોડાસા નગર પાલિકા ના પૂર્વ કોર્પોરેટર તેમજ મોડાસા નાગરિક સહકારી બેન્ક ના પૂર્વ ચેરમેન કમલેશભાઈ પટેલ મૂળ વતન માલપુર તાલુકા ના જેસવાડી ગામ વતની છે અને માલપુર તાલુકા લેઉવા પાટીદાર સમાજ ના અગ્રણી છે તેમના નાના પુત્ર હીલન સિવિલ એન્જિનિયર ના લગ્ન તાજેતરમાં ઉત્તર ગુજરાત ના પ્રથમવાર પાટીદાર મહિલા પાઇલોટ બનેલ રચના પટેલ સાથે થયેલા રચના ના પિતા નું મૂળ વતન માલપુર તાલુકા નું પરસોડા ગામ છે જેઓ હાલ આણંદ ખાતે રહેછે જેમનું લગ્ન તાજેતરમાં આણંદ ખાતે થયું હતું જેના લગ્નના રીસેપ્શન 6 ફેબ્રુઆરી દેવાયતનગર સોસાયટી મોડાસા ખાતે રાજ્ય સરકારશ્રી ની કોરોના ગાઈડલાઈન મુજબ ૩૦૦ વ્યક્તી ભોજન સંમારંભ મા હાજર રહી શકે છે પરંતુ મોડાસા મા ૩૦૦ શ્રમીકો ની વચ્ચે રીસેપ્શન યોજાયો
લગ્ન ના દિવસે જે મેનું હતું તેજ મેનું શ્રમિકો માટે રાખવામાં આવેલું હતું
સાથે ડેકોરેટીવ મંડપ સ્ટેઝ પર કોઈપણ પ્રકારના ભેદભાવ વગર યોજાયો
શ્રમીકોએ શુપ અને ફાસ્ટફુડ ની લિજ્જત મોજ સિવિલ એન્જિનિયર હિલન અને પાઇલોટ રચના પટેલ સાથે માણી અનેરો આંનદ મેળવ્યો
નવવધુ રચના પટેલ પાઈલોટ અને એન્જીનીયર હિલન પટેલ ની જોડી એ શ્રમીકો સાથે ભોજન કરી મજા માણી શ્રમીકો અને તેમના બાળકો નવિન વસ્ત્રો માં સજ્જ થઈ પોતાના લગ્ન પ્રસંગ હોય તેવો માહોલ સર્જાયો હતો
પ્રોગ્રામ ના અંતે શ્રમીકોએ પોતાની આગવી ઓળખ મુજબ ગામઠી ગીત સાથે ગામઠી ન્રુત્ય કરી મજા માણી પોતાની સાઈટ ઊપર કામ કરતા શ્રમીક અને શેઠ નો સંબધ છોડી એક સાથે ભોજન કર્યુ નવતર ચીલો ચિતર્યો હતો આ સમારોહ માં કમલેશભાઈ પટેલ અને તેમનો પરિવાર પણ જોડાયા હતા