અરવલ્લી:સાઠંબાના તખતપુરા ગામે દિયર સાથેના આડા સંબંધના વહેમમાં બે મહિલાઓએ ગામની જ એક મહિલાને રૂમમાં પુરી ધડબડાટી બોલાવતાં ફરિયાદ

0
13


કપિલ પટેલ દ્વારા અરવલ્લી * અરવલ્લી જીલ્લાના સાઠંબા પોલીસ મથક વિસ્તારમાં તખતપુરા ગામે બે મહિલાઓએ એકત્રિત થઈ ગામની જ એક પરિણીત મહિલાને દિયર સાથે આડા સંબંધના વહેમમાં રૂમમાં પુરી ધડબડાટી બોલાવતાં સાઠંબા પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે. *. વધુ પ્રાપ્ત માહિતી મુજબ, સાઠંબા નજીક આવેલા તખતપુરા ગામે પિયર ધરાવતી પરિણીત એવી 24 વર્ષીય રેણુકાબેન જુજારસિંહ સોલંકી ને ખેતરમાં પહોંચી ગામની જ સુરેખાબેન મહેશભાઈ બારીયા, મનિષાબેન અરવિંદભાઈ બારીયાએ દિયર સાથેના આડા સંબંધ બાબતે તકરાર કરી ત્યારબાદ ગડદાપાટુંનો મારી ત્યાંથી પણ ન અટકી અને નજીકમાં આવેલા એક ઘરમાં રેણુકાબેન ની પુરી દઇ માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી સમગ્ર ઘટનામાં ત્યાંથી જીવ બચાવીને નાસી છૂટેલી રેણુકાબેનની ફરિયાદના આધારે સાઠંબા પોલીસે બે મહિલાઓ અને બે પુરુષો સામે પોલીસે આઈ પી સી 342,323,504,506(2),114 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here