કપિલ પટેલ દ્વારા અરવલ્લી
*. અરવલ્લી જીલ્લાના મોડાસા શહેરમાં આવેલી મધુવન સોસાયટીમાં પાર્ક કરેલા ઈ-મોપેડની બેટરી બેટરી ઓચિંતાની બ્લાસ્ટ થતાં અફડાતફડી મચી જવા પામી હતી.ધડાકાભેર બેટરી બ્લાસ્ટ થતાં સોસાયટીના ઘરોમાંથી લોકો બહાર આવી જતાં ગભરાહટ ભર્યો માહોલ સર્જાવા પામ્યો હતો. *. વધુ વધુ પ્રાપ્ત માહિતી મુજબ, મોડાસાના બાયપાસ રોડ પર સહયોગ સર્કલ નજીક આવેલી મધુવન સોસાયટીમાં પાર્ક કરેલા ઈ મોપેડમાં ઓચિંતી બેટરી બ્લાસ્ટ થતાં સોસાયટીના રહીશો ઘરોમાંથી બહાર દોડી આવ્યા હતા. એકાએક આગ ભભૂકી ઉઠતાં રહીશોમાં ગભરાટ ફેલાઇ ગયો હતો. તાત્કાલિક મોડાસા નગરપાલિકાની ફાયર ટીમને જાણ કરવામાં આવતાં તાબડતોબ આવી પહોંચેલી ફાયર ટીમ આગ પર કાબુ મેળવવામાં સફળ રહી હતી. સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી. *.