અરવલ્લીઃસાઠંબા ખાતે સ્પર્ધાત્મક પરીક્ષાઓના ક્લાસીસ ચાલુ કરવામાં આવ્યા.

0
11


કપિલ પટેલ દ્વારાઅરવલ્લી
* અરવલ્લી જીલ્લાના સાઠંબા ખાતે પોલીસ, ફોરેસ્ટ, આર્મી, બી એસ એફ ના ક્લાસીસ અંબિકા ગાર્ડન કોમ્પલેક્ષ ગાબટ રોડ ચાલુ કરવામાં આવતા સરકારી ભરતીની તૈયારી કરતા યુવાનો માટે રાહતરૂપ બાબત બની રહેશે. * સાઠંબા ખાતે બાબુભાઈ પણુચા સ્પોર્ટ્સ એન્ડ ડિફેન્સ એકેડમી અને માજી સૈનિકો દ્વારા આયોજીત ક્લાસીસનું આજે ઉદ્ઘઘાટન કરવામાં આવ્યું. જેનાથી પોલીસ ભરતી અને વિવિધ સરકારી ભરતીઓની સ્પર્ધાત્મક પરીક્ષા આપવા માંગતા ઉમેદવારો માટે રાહત રહેશે. જેના ઉદ્ઘાટનમાં આપણા ગુજરાતનું ગૌરવ એવા વર્લ્ડ એથ્લેટિક્સના મેડાલિસ્ટ બાબુભાઇ પણોચાએ તેમજ ex -Army પરમાર વક્તુસિંહએ રિબન કાપી ક્લાસીસ ખુલ્લો મુકવામાં આવ્યો. આ પ્રસંગે વાવડીના ડેલિગેટ ભીખાજી ખાંટ, અંબાવાના માજી સરપંચ લક્ષ્મણભાઈ પણુચા, યુવા મોરચાના મહામંત્રી અશોકભાઈ ઠાકોર, બાયડ તાલુકાના માજી સૈનિક પ્રમુખ રાજુભાઇ પટેલ જેવા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here