અરવલ્લીઃઅમદાવાદ બાયડ બસના મહિલા કંડક્ટરની ઈમાનદારી મુસાફરનો આઇફોન પરત કર્યો….

0
8


કપિલ પટેલ દ્વારાઅરવલ્લી

                        *.          દુનિયામાં આજના કળિયુગ પણ ઈમાનદાર માણસો મળવા મુશ્કેલ મુશ્કેલ છે. ત્યારે હળહળતા કળિયુગમાં બાયડ એસ ટી. ડેપોના મહિલા કંડક્ટર અને ડ્રાઇવરે અમદાવાદના એક મુસાફર બસમાં તેમનો આઇફોન ભુલી જતાં મુસાફરને તેનો મોંઘો આઇફોન પરત કરી માનવતા અને ઈમાનદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.         *.      બાયડ એસ.ટી ડેપોની બસ નં. જી. જે. ૧૮ ઝેડ ૫૬૪૧ માં તા 7,જાન્યુઆરીના રોજ ફરજ પરના મહિલા કંડકટર એચ કે દેસાઈ અને ડ્રાઇવર જી. એમ દેસાઈ અમદાવાદ-બાયડ રૂટમાં. હતા ત્યારે મુસાફરો બસમાંથી ઉતરી જતાં કોઈ મુસાફરનો બસમાં રહી ગયેલો આઇફોન મળી આવતાં તેઓએ બાયડ આવી ડેપો મેનેજરને સુપ્રત કરી આઇફોનના માલિકની શોધ કરી આઇફોનના માલિક મુળ અમદાવાદના રહેવાસી કવન રાવલ મળી આવતાં બાયડ એસ.ટી ડેપો ખાતે બોલાવી બાયડ એસ.ટી ડેપો મેનેજર રૂબરૂ આઇફોન મુળ માલિકને પરત કરી ઈમાનદારીનું ઉત્ક્રુષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here