અમીરગઢ પોલીસની ટિમ ને આજથી 23 દિવસ અગાઉ મળેલ અજાણ્યા ઈસમની લાશના પરિવારજનોની ભાળ મળી

0
5

અમીરગઢ

અમીરગઢના ઈકબાલગઢ હાઇવે પર રોડ સાઈડમાં તારીખ 22/12/2021ના રોજ એક અજાણ્યા ઈસમ ની લાશ પડી હોવાની જાણ અમીરગઢ PSI એમ. કે. ઝાલા ને થતા psi ઝાલા ઈકબાલગઢ આઉટ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ હિતેષભાઇ દેસાઈ, મુકેશભાઈ ચૌધરી તેમજ પોલીસ સ્ટાફ સાથે ઘટના સ્થળે પોહચી લાશનો કબ્જો લઈ તલાશી કરતા મૃતક ઈસમના ડાબા હાથ પર હિન્દી ભાષામાં સોનારામ લખેલુ હતું, અને તેને વાદળી કલરનું શર્ટ પહેર્યું હતું અને સિલેટિયા રંગનું પેન્ટ હતું. અમીરગઢ પોલીસ દ્રારા લાશને પાલનપુર PM માટે મૂકી મૃતક ઈસમના પરિવાર ની શોધખોળ કરવા સોશ્યલ મીડિયા ના માધ્યમથી તપાસ ચાલુ કરી હતી. તેમજ અમીરગઢ PSI ઝાલા દ્રારા એક ટિમ બનાવી રાજસ્થાન તરફ પણ મૃતક ના પરિવાર જણોની શોધખોળ કરી હતી પરંતુ કોઈ ભાળ ન મળતા અમીરગઢ પોલીસે અંતે પાલનપુર નગરપાલિકાના સહિયોગ થી વિધિસર મૃતકના અંતિમ સઁસ્કાર કર્યા હતા.પરંતુ અમીરગઢ પોલીસે મૃતક ના પરિવારની શોધખોળ ચાલુ રાખી હતી. જેથી લગભગ 23 દિવસની પોલીસની મહામહેનત થી મૃતક સોનારામ ના પરિવાર જનોની ભાળ મળી હતી. મૃતક અમીરગઢ તાલુકાના ચિકનવાસ ગામના બેચરભાઈ આદિવાસી નો પુત્ર હોવાનું જાણવા મળ્યું હતું. અને 23 દિવસ આગાઉ મૃતક સોનારામ બેચરભાઈ આદિવાસી ઘરેથી હું દસ દિવસે આવીશ એવુ કહીને નીકળ્યો હતો.પરંતુ પરિવાર જનોને પુત્ર ના મોતના સમાચાર મળતા ભાગી પડ્યો હતો. જયારે બીજી બાજુ અમીરગઢ પોલીસ અત્યારે તો સોનારામનો અકસ્માતે મૃત્યુ નો ગુનો નોંધી સાચી હકીકત માટે ઝીંનવટ ભરી તપાસ હાથ ધરી છે.

અહેવાલ :- ઇમરાન લુહાર (અમીરગઢ)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here