અમીરગઢ
કારમાં સવાર ત્રણ લોકોનો આબાદ બચાવ
અમીરગઢ તાલુકાના ધનપુરા પાટિયા નજીક રાજસ્થાન તરફથી આવી રહેલા એક કાર ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા ગાડી ડિવાઇન પર ચડી પલ્ટી મારતા અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે નડ્યો હોવાની ઘટના સામે આવી છે કારમાં સવાર પણ લોકોનો આબાદ બચાવ થયો હતો. બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતનો સીલસીલો યથાવત જોવા મળી રહ્યો છે જેમાં અમીરગઢના ધનપુરા પાટિયા નજીક નેશનલ હાઈવે પર રાજસ્થાન તરફથી આવી રહેલ એક કાર ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા કાર ડિવાઇડર ઉપર ચઢી પલટી મારતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતો સર્જાતા જ આજુબાજુના લોકો દોડી પહોંચી કર્મા સવાર લોકોને બહાર નીકાળવામાં આવ્યા હતા કારમાં સવાર ત્રણ લોકોનો આબાદ બચાવ થયો હતો અકસ્માતના પગલે નેશનલ હાઈવે પર ટ્રાફિક જામના દૃશ્યો સામે આવ્યા હતા ઘટનાની જાણ પોલીસને થતા અમીરગઢ પોલીસ ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક નિયંત્રણ કરાવી આગળની તપાસ હાથ ધરી હતી.
અહેવાલ :- ઇમરાન લુહાર (અમીરગઢ)