Home BG News અમીરગઢ તાલુકાના લક્ષ્મીપુરા ગામ અને ભાગ્યોદય હોટલ નજીક નેશનલ હાઇવે પર બે...

અમીરગઢ તાલુકાના લક્ષ્મીપુરા ગામ અને ભાગ્યોદય હોટલ નજીક નેશનલ હાઇવે પર બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો….

0

અમીરગઢ….

અકસ્માત સર્જાતા બંને ટ્રકો માં ભયંકર આગ લાગી….

બનાસકાંઠા જિલ્લામાં અકસ્માત નો સીલસીલો યથાવત જોવા મળી રહ્યો છે જેમાં અમીરગઢ તાલુકાના લક્ષ્મીપુરા ગામ નજીક નેશનલ હાઈવે પર રાજસ્થાન તરફથી આવતા બે ટ્રકો વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં બંને ટ્રકોમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જેણી જાણ અમીરગઢ પી એસ આઇ એચ એન પટેલ અને એલ એન્ડ એન્ટી કન્ટ્રોલ ઇન્ચાર્જ યોગેશ મજેઠીયાને થતા મોસીન ચાવડા મહેશ પરમાર તેમની ટીમ સાથે ઘટના સ્થળે પોહ્ચ્યા હતા. અમીરગઢ પી. એસ આઇ પટેલ દ્રારા પાલનપુર નગર પાલિકાને ગાડીઓમાં લાગેલી આગ ને કાબુમાં લેવા માટે ફાયર બ્રિગેડ ને જાણ કરવામાં આવી હતી પરંતુ ફાયર બ્રિગેડ બે કલાક મોડું આવતા લઈ લોકો દ્રારા ટ્રકોમાં લાગેલી આગને કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા જોકે આગ લાગી થોડીક ક્ષણોમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતા એક ટ્રક સંપૂર્ણ બળીને ખાખ થઇ ગયું હતું જ્યારે બીજા ટ્રકને નગરપાલિકા ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવવામાં સફળ પરંતુ નગર પાલિકાના ફાયર બ્રિગેડ માં પાણી ખાલી થઈ જતા મોડેમોડે શોભાના ગાંઠિયા સમાન અન્ય વધુ બે ફાયર બ્રિગેડ ઘટના સ્થળે આવ્યા હતા.ત્યારે લોકો માં ફાયર બ્રિગેડ મોડા આવતા જો ગાડી ચાલકો અંદર ફસાયેલાં હોત તો શું આ ફાયર બ્રિગેડ તેમને બચાવી શકતું તે વાતને લઈ રોસે ભરાયા હતા થતા. અકસ્માતમાં સમયેજ બંને ટ્રકનાં ચાલકને લોકો દ્રારા ગાડીમાંથી બહાર નીકળવામાં આવ્યા હતા જેમાં એક ટ્રક ચાલક ઘાયલ થતા 108ની મદદ થી નજીકનાં દવાખાને ખસેડ્યો હતો આવ્યો હતો

અહેવાલ :- ઇમરાન લુહાર
(અમીરગઢ)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version