અમીરગઢ…
હિન્દી ભાષાના ઇતિહાસ, ઉદ્ભવ અને ભાષાનાં મહત્વ અંગે વક્તવ્ય આપવામાં આવ્યું
અમીરગઢ, સરકારી વિનિયન કોલેજ ખાતે ગઈકાલે સોમવારે ‘વિશ્વ હિન્દી દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કોલેજ સ્ટાફ અને તમામ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. નોંધનીય છે કે ડોક્ટર નરેશ જોશી અને પ્રાધ્યાપક મુકેશકુમાર આઢા દ્વારા હિન્દી ભાષાના ઇતિહાસ, ઉદ્ભવ અને ભાષાનાં મહત્વ અંગે વક્તવ્ય આપવામાં આવ્યું હતું. સરકારી વિનયન કોલેજ, અમીરગઢ ખાતે તારીખ 10 જાન્યુઆરી 2022ને સોમવારના રોજ વિશ્વ હિન્દી દિવસ નિમિત્તે હિન્દી વિભાગ દ્વારા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં હિન્દી વિભાગ વતી ડો. નરેશભાઇ જોષીએ હિન્દી દિવસની ઉજવણીનાં મહત્વ અંગે માર્ગદર્શન આપી, કાર્યક્રમની પૂર્વભૂમિકા બાંધી હતી. ત્યારબાદ ઇતિહાસ વિભાગનાં અધ્યક્ષ પ્રાધ્યાપક મુકેશકુમાર આઢાએ હિન્દી ભાષાનાં ઇતિહાસ, ઉદ્ભવ અને ભાષાનાં મહત્વ અંગે વિસ્તૃત વક્તવ્ય આપવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં કોલેજના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. જેમાં કાર્યક્રમની આભારવિધી ડો. મંજુલાબેન પરમાર દ્વારા કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમનુ આયોજન કોલેજનાં આચાર્ય ડો. એન.કે. સોનારાનાં માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યું હતું, જેમાં સંપૂર્ણ કૉલેજ પરિવારે જહેમત ઉઠાવી હતી.
અહેવાલ :- ઇમરાન લુહાર (અમીરગઢ)