અમારી વેદના સાંભળો સરકાર ……લંપી વાયરસના ભરડામાં ગાયમાતા

0
14

story by raj gajjar

સમગ્ર ગુજરાતની સાથે બનાસકાંઠા જિલ્લામાં પણ લંપી વાયરસે હાહાકાર મચાવ્યો છે જેમાં અનેક અબોલ પશુઓ લમ્પી વાયરસ ને લઈ મોત ને ભેટી રહ્યા છે રખડતા પશુઓ પણ લમ્પી વાયરસ ની ઝપેટ મા આવી ગયા છે જ્યાં જોવો ત્યાં માત્ર લમ્પી વાયરસ ની કહેર જોવા મળી રહો છે પશુપાલકો પોતાના પશુઓ ને બચાવવા માટે અનેક પ્રયત્નો કરે છે પણ છતાં લમ્પી વાયરસ અનેક પશુઓ નો જીવ લઈ રહો છે મૂંગા પશુઓ કઈ કહી શકતા નથી ક્યારે અટકશે આ રોગ હવે તો સાંભળો સરકાર ?…..

આવા દ્રશ્યો તમે ક્યાંક પોતાનું સ્વનિયજન ગુમાવ્યો હોય ત્યારે જોવા મળશે પરંતુ આ દ્રશ્યો દિયોદર તાલુકાના સુરાણા ગામના છે જેમાં સુરાણા ગામે રહેતા વિષ્ણુભાઈ જોષી ના ઘરે સુરભી નામ ની એક ગાય નું લમ્પી વાયરસ ના કારણે મોત થતા આજે પોતાના ઘર આગણે ગામલોકો ની હાજરી માં સમાધિ આપવામાં આવી હતી જ્યારે ગાય ને સમાધિ અપાતી હતી ત્યારે કોઈ કલ્પના પણ ના કરી શકે તેવા હૈયા ફાટ દ્રષ્યો દેખાયા હતા આ એક પશુ નો સવાલ નથી પણ અનેક પશુઓ લમ્પી વાયરસ ના કારણે મોત ને ભેટી રહા છે એક બાજુ સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં લમ્પી વાયરસે પશુઓને બાનમાં લીધા છે પશુપાલકો પોતાના પશુઓ બચાવવા માટે પ્રયત્નો કરે છે ગૌ શાળાઓ માં પણ પશુઓ આ રોગ થી પીડાઈ રહ્યા છે ગૌ પ્રેમીઓ પણ આવા દર્દનાક દ્રષ્યો જોઈ શકતા નથી એક બાજુ રખડતા પશુઓ ને પણ આ રોગ ઝપેટ માં લેતા પશુઓ ને બચાવવા માટે સેવાભાવી લોકો આગળ આવી દિવસ ભર સારવાર આપી રહ્યા છે સરકાર ના ચોપડે માત્ર દેખાવ પૂરતો આંકડો બતાવવા માં આવે છે જ્યારે અન્ય પશુઓ પણ મોત ને ભેટતા હોવા છતાં કોઈ સારવાર આપવામાં આવતી નથી મૂંગા પશુઓ ની વેદના કોણ સાંભળે ……

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here