અમદાવાદ સેલા નગરે તપાગચ્છાધિષ્ઠાયક શ્રી માણિભદ્ર વીર દાદા નું પૂજન-હવન યોજાયું.જેમાં જંગમરત્ન તીર્થ પ્રેરક, માનવતાના મસીહા પૂ.આ.શ્રી રત્નશેખરસૂરીશ્વરજી મહારાજાના દિવ્ય આશીર્વાદથી અને પૂજ્ય મુનિરાજશ્રી નયશેખર વિજયજી મ.સા અને પૂજય મુનિરાજશ્રી શૌર્યશેખર વિજયજી મ.સા ના શુભ સાનિધ્યમાં માણિભદ્ર વીર દાદાનું પૂજન-હવન યોજાયેલ.આ પૂજન- હવન નો લાભ પરમ ગુરૂ ભક્ત પરિવારે શ્રીમાન સંદીપકુમાર દિનેશચંદ્ર શાહ,શ્રીમતિ વૈશાલીબેન સંદીપકુમાર શાહ,પુત્ર-ધ્રુવીલ,રાહુલ પરિવારે લાભ લીધેલ.આ પ્રસંગે વિધિવિધાન પંડીતવર્યશ્રી જીગરભાઈ શાહે કરાવેલ.શ્રી માણિભદ્ર વીર દાદાના હવનમાં 108 મંત્રો સાથે આહુતિ આપવામાં આવેલ.જેમાં સુખડ,ચંદનના લાકડા, ઘી, પંચ મેવાની ગોળીઓ વિગેરે થી આહુતિ આપવામાં આવેલ. આહુતિ બાદ મોટી શાંતિના પાઠ સાથે ગોળો હોમવામાં આવેલ.ત્યારબાદ આરતી વિગેરે થયેલ.શ્રી માણિભદ્ર વીર દાદા નું મહિમા આજે દરેક વ્યક્તિ પોતાના કાર્યની સફળતા માટે દેવ-દેવીઓ માં માણિભદ્ર દાદાની આરાધના જાપ ધ્યાન વગેરે કરે છે અને તાત્કાલિક તેની ફળસૃષ્ટિ મળે છે.આ માણિભદ્ર વીર દાદા હાજરા હાજૂર અને પ્રત્યક્ષ છે.