અનાવાડા ગૌશાળા માં ગૌમાતા ની સેવા માટે રૂ.૫.૨૧ લાખ નું દાન અંપૅણ કરાયુ..

0
6

સ્વ.પ્રભાવતીબેન પટેલ નાં મોક્ષાર્થે પરિવારજનો દ્વારા જીવદયાની ભાવના પ્રગટાવી.

પાટણ તા.૨૨
પાટણ તાલુકાના સંડેર ગામનાં વતની અને હાલમાં અમદાવાદ ખાતે રહેતા સેવાભાવી અગ્રણી કરસનભાઈ વિઠ્ઠલભાઈ પટેલ(ગામી) ના ધર્મપત્ની પ.ભગવદીય પ્રભાવતીબેન
શ્રીજી ચરણ પામતા તેમનાં બારમાં પ્રસંગે પરિવારજનો દ્વારા પાટણ જિલ્લાના અનાવાડા સ્થિત શ્રી દશામાતા મંદિર પરિસર ખાતે કાયૅરત ગૌ સેવા કેન્દ્રમાં બિમાર ગાયોની સેવાકીય કામગીરી અર્થે રૂપિયા પાંચ લાખ એકવીસ હજારનું દાન અપૅણ કરી મૃતકનાં આત્માની શાંતિ માટે કામનાં વ્યક્ત કરવામાં આવી હતી.


સ્વ.પ્રભાવતીબેન પટેલનાં આત્મા નાં મોક્ષાથૅ પરિવારજનો દ્વારા અનાવાડા ગૌ શાળા ને જીવદયાની નિસ્વાર્થ સેવા માટે અપૅણ કરવામાં આવેલ માતબર દાનનો ગૌ શાળા સંચાલકો એ સહષૅ સ્વિકાર કરી પરિવારજનોની જીવદયાપ્રેમ ની સરાહના કરી મૃતકનાં આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી.
રીપોટર. કમલેશ પટેલ પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here