અખિલ ભારતીય સંત સમિતિ પંચમહાલ તથા હિન્દુ ધર્મ સેના પંચમહાલ દ્વારા વિજયા દશમીના પર્વ નિમિત્તે નારાયણધામ તાજપુરા ખાતે શસ્ત્રપૂજન અને શક્તિ પ્રદક્ષિણા નું ભવ્ય અને દિવ્ય આયોજન કરવામાં આવ્યું હતું…

0
21

પંચમહાલ

  


જેમાં 1500 બાઈક તથા અંદાજે 3500/-જેટલા ધર્મસેનાના યુવકોએ ભાગ લીધો હતો…
ધર્મસેનાના પંચમહાલના અધ્યક્ષ પરમ પૂજય લાલા બાપુ (તેજસભાઇ રાજગોર) તથા તેમની આયોજન ટીમ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું…
શરુઆતમા સૌને ભોજન પ્રસાદની વ્યવસ્થા તથા પૂર્ણાહુતિમાં ચા-નાસ્તાની વ્યવસ્થા પણ ખુબ જ સરસ રીતે કરવામાં આવ્યું હતું….
આ પ્રસંગે અખિલ ભારતીય સંત સમિતિના પંચમહાલના ઘણા સંતો ઉપસ્થિત રહ્યા હતા
પરમ પૂજ્ય કેશવપ્રસાદ સ્વામીજી (સ્વામિનારાયણ જ્યોત હાલોલ)
પરમ પૂજ્ય સંત પ્રસાદ સ્વામીજી (અખિલ ભારતીય સંત સમિતિ પંચમહાલ જિલ્લા અધ્યક્ષ)
પરમ પૂજ્ય લાલાબાપુ (તેજસભાઈ રાજગોર) અખિલ ભારતીય સંત સમિતિ ધર્મસેના પંચમહાલ જિલ્લા અધ્યક્ષ
પરમ પૂજ્ય પ્રેમદાસજી મહારાજ મંત્રી
પરમ પૂજ્ય કરણદાસજી મહારાજ મંત્રી
પરમ પૂજ્ય વિક્રમદાસજી મહારાજ
પરમ પૂજ્ય રામદાસજી મહારાજ
તથા પધારેલા સૌ સંતોએ આ પ્રસંગે આશીર્વાદ પાઠવ્યા હતા… તથા સૌ સંતો પણ રેલીમા જોડાયા હતા…
સમગ્ર પાવાગઢ વિસ્તાર મા હિન્દુ ધર્મનો જયઘોષ તથા ભગવી ધ્વજાઓ લહેરાઈ ઉઠી હતી… સમગ્ર વાતાવરણ હિન્દુ ધર્મમય બની ગયું હતું…
સૌ પ્રથમ વખત જ અખિલ ભારતીય સંત સમિતિ તથા હિન્દુ ધર્મ સેનાની શક્તિનું અદ્ભુત દર્શન થયા હતા…
*આ પ્રસંગે રાષ્ટ્રિય સ્વયં સેવક સંઘ, વિશ્વ હિન્દુ પરિષદ,.બજરંગ દળ ના સૌ હિન્દુ ધર્મના સંઘઠનોના કાર્યકર્તાઓ સાથે જોડાઈને હિન્દુ ધર્મની એકતાનું સુંદર ઉદાહરણ પુરુ પાડ્યું હતું…

રીપોર્ટ……. જીતેન્દ્ર ઠાકર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here