પંચમહાલ
આજ રોજ સ્વામિનારાયણ જયોત, નિષ્ઠાવિધામંદિર, હાલોલ-પંચમહાલ ખાતે
અખિલ ભારતીય સંત સમિતિ પંચમહાલના હાલોલ, કાલોલ, ઘોઘંબા, જાંબુઘોડા મળી કુલ ચાર તાલુકાના સંતોની બેઠક મળી હતી.
જેમાં અંદાજે ૧૨૫ જેટલા સંતો, મહંતો તથા ધર્મગુરુઓ હાજર રહ્યા હતા. સૌ સંતોએ સાથે મળી, નાત, જાત, પંથ, સંપ્રદાયથી ઉપર ઉઠીને સૌ એક થઈ હિન્દુ ધર્મ સંસ્કૃતિની તથા હિન્દુ સમાજની એકતા અને જાગૃતિ માટે મહાઅભિયાન ચલાવવાનો સંકલ્પ કર્યો હતો.
ધર્મરક્ષા, રાષ્ટ્રરક્ષા અને ગૌ-ગંગા કહેવાતા હિન્દુ મુલ્યો તથા ધર્મની સેવા માટે સૌ સંતોએ પંચમહાલ જિલ્લામાં આહલેક જગાવવાનું નક્કી કર્યું હતું.
આજના શુભ પ્રસંગે
પરમ પૂજ્ય રામશરણદાસજી (અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાત પ્રદેશના ઉપાધ્યક્ષ)
પરમ પૂજ્ય સંતપ્રસાદ સ્વામીજી
(અખિલ ભારતીય સંત સમિતિ પંચમહાલ જિલ્લા અધ્યક્ષ)
પરમ પૂજ્ય લાલાબાપુ (તેજસભાઇ રાજગોર, તાજપુરા નારાયણ સેવાધામ)
(અખિલ ભારતીય સંત સમિતિ પંચમહાલ, હિન્દુ ધર્મ સેના અધ્યક્ષ)
પરમ પૂજ્ય ઈન્દ્રજીત મહારાજ
(અખિલ ભારતીય સંત સમિતિ પંચમહાલ જિલ્લા ઉપાધ્યક્ષ
પરમ પૂજ્ય વિક્રમદાસજી મહારાજ
(સંયોજક હિન્દુ ધર્મસેના પંચમહાલ)
તથા શ્રી અરવિંદભાઈ બ્રહ્મભટ્ટ
(વરિષ્ઠ પ્રચારક વિશ્વ હિન્દુ પરિષદ તથા હાલ અખિલ ભારતીય સંત સમિતિ તથા હિન્દુ ધર્મસેનાની સંઘઠનની સેવા) તથા વિધ વિધ સંપ્રદાય ના સૌ વરિષ્ઠ સંતો હાજર રહ્યા હતા…
રીપોર્ટ….. જીતેન્દ્ર ઠાકર