Home BG News અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ની અ.ભા.કાર્યકારિણી બેઠક તથા સાધારણ સભા નો...

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ની અ.ભા.કાર્યકારિણી બેઠક તથા સાધારણ સભા નો દીલ્હી ખાતે પ્રારંભ

0

ગુજરાત

આજરોજ દીનદયાળ ઉપાધ્યાય કોલેજ . સેક્ટર-3 દીલ્હી ખાતે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની રાષ્ટ્રીય કારોબારી અને સાધારણ સભા રાષ્ટ્રીય શિક્ષા નીતિ વિષય ઉપર રાષ્ટ્રીય સંગોષ્ઠી થી પ્રારંભ થયો જેમાં કેન્દ્રીય શિક્ષણ રાજ્ય મંત્રી માન.ડો.સુભાષ સરકાર ઉપસ્થિત રહ્યા તમામ રાજયોના હોદ્દેદારો દ્વારા સંગઠન ની ગતિવિધિઓ, સદસ્યતા, સેવાકાર્યો,રચનાત્મક કાર્યો તથા સંગઠન દ્વારા દેશભરમાં થતાં વિશેષ કાર્યક્રમોની માહિતી આપવામાં આવી સંગઠન ના સંપર્કિત અધિકારી શ્રી સુનિલભાઈ મહેતા સહિત અખિલ ભારતીય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા

ગુજરાત સંગઠન તરફથી અપેક્ષિત છ હોદ્દેદારો હાજર રહી 100% હાજરી રહી જેમાં રાજ્ય અધ્યક્ષ ભીખાભાઇ પટેલ, મહામંત્રી મિતેશ ભાઈ ભટ્ટ, સંગઠન મંત્રી ઘનશ્યામ ભાઈ પટેલ, સહ સંગઠન મંત્રી રતુભાઈ ગોળ, કોષાધ્યક્ષ રમેશભાઈ ચૌધરી તથા મહિલા ઉપાધ્યક્ષ પલ્લવી બેન પટેલ ઉપસ્થિત રહ્યા ગુજરાત સંગઠન દ્વારા થયેલા સદસ્યતા અભિયાન, શિક્ષકોના પ્રશ્નો અંગે થયેલા આદોલનાત્મક કાર્યક્રમ, રચનાત્મક કાર્યક્રમો,દિકરી દત્તક યોજના સહિત વિગતવાર માહિતી આપવામાં આવી

રીપોર્ટ…… જીતેન્દ્ર ઠાકર

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version