પાટણ તા.19
અખિલ ભારતીય કુર્મી પાટીદાર મહાસભા સંસ્થાના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી એલ. પી પટેલ અને રાષ્ટ્રીય મહિલા અધ્યક્ષ શ્રીમતી લતારૂષી ચંદ્રકાર તથા તેમની રાષ્ટ્રીય ટીમ દ્વારા મંગળવારના રોજ બપોરે 1.0 વાગે પાટણ શહેર ની કડવા પાટીદારની વાડી મુકામે મહત્વ ની મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ મીટીંગમાં અખિલ ભારતીય કુમિ પાટીદાર સમાજમા કેટલીક રૂઢી ચુસ્તા દુર કરી આંતર રાજ્ય લગ્ન કરાવવા, આંતર રાજ્ય વેપાર કરાવવાં, આંતર રાજ્ય કુમિ પાટીદાર સમાજને નજીક લાવવા અને તેનું સંગઠન મજબૂત બનાવવા સહિતના મુદ્દે વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો.હાલમા ભારત ભરમાં 30 કરોડ કુમિ પાટીદાર હોવાની સાથે અત્યાર સુધીમાં 1221 પરપ્રાંતિય લગ્ન કરાવ્યા હોવાનું અને તમામ પર પ્રાતિય દિકરીઓ સુખી હોવાનું ઉપસ્થિત મહાનુભાવો એ જણાવ્યું હતું.
આ મિટિંગમાં પાટણ જિલ્લા અખિલ કુમિ પાટીદાર સમાજના પ્રમુખ અંબારામ પટેલ,ઉપ પ્રમુખ પ્રહલાદભાઈ પટેલ, નારાયણભાઈ પટેલ, દિપકભાઈ બી.પટેલ, બાબુભાઈ ખોડીદાસ પટેલ, હસમુખભાઈ ચતુરભાઈ પટેલ, હસમુખભાઈ નરોત્તમભાઈ પટેલ, મધુભાઈ કાંતિલાલ પટેલ, મયુરભાઈ સવાભાઈ પટેલ, પ્રહલાદભાઈ પટેલ, કમલેશભાઈ પટેલ,સહિત જિલ્લા તાલુકા ના હોદેદારો સમાજના આગેવાનો, યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.