અંબાજી ખાતે વ્યાજખોરો ના ત્રાસથી મહિલાની આત્મહત્યા, અંબાજી ના 7 વ્યાજખોરો સામે પોલીસ ફરિયાદ

0
14

જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી મા છેલ્લાં કેટલાંક સમયથી માથાભારે તત્વો નો ત્રાસ વધવા પામ્યો છે. આ ધામ મા ઘણાં માથાભારે વેપારીઓ કરોડપતી થવાની લાહ્ય મા ઊંચા વ્યાજે નાણાં આપીને પઠાણી ઉઘરાણી કરી રહ્યા છે જે અંબાજીના સામાન્ય લોકો માટે નુકશાનરૂપ છે.23 જાન્યુઆરી ના રોજ અંબાજી આઠ નંબર પ્રજાપતી ધર્મશાળા પાસે જય અંબે ફ્લેટ ના ત્રીજા માળે ભાડે રહેતી મહિલાએ અંબાજીના માથાભારે વ્યાજખોરો ના ત્રાસથી ઝેર પી ને આત્મહત્યા કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
અંબાજી પોલીસ સ્ટેશન થી મળતી માહિતી પ્રમાણે અંબાજી આઠ નંબર વિસ્તારના ફ્લેટ મા રહેતા રામભાઇ રાવળ ની પત્ની પોતાનાં પરિવાર સાથે રહેતા હતા. એક વર્ષ અગાઉ પોતાનાં પતિને હૃદયરોગનો હુમલો આવતા તેમને અંબાજીના 7 લોકો પાસે 30 ટકા ઊંચા વ્યાજે નાણાં લીધા હતા ત્યારબાદ અંબાજીના માથાભારે 7 લોકો અવારનવાર મૃતક મહિલા ને ઘરે જઈને ધમકીઓ આપતાં હતા જે બાબત લાગી આવતાં મૃતક મહિલા સવિતાબેનએ અંબાજી મા થી ઝેર ની બોટલ લાવી હતી 23 જાન્યુઆરી ના રોજ વ્યાજખોરો ના ત્રાસથી કંટાળીને ઝેર પી ને આત્મહત્યા કરી હતી. મૃતક મહિલાના પરીવારે અંબાજી સીવીલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા ત્યારબાદ તબિયત વધુ લથડતાં તેમને પાલનપુર સારવાર માટે ખસેડવામાં આવી હતી જેમાં તેમનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.

@@ મૃતક મહિલાના પુત્રે પોલીસ ફરિયાદ નોંધાવી @@

અંબાજી આઠ નંબર વિસ્તારના ફ્લેટ મા રહેતા મૃતક સવિતાબેન એ આત્મહત્યા કરતા ખળભળાટ મચી જવા પામ્યો હતો અને જેમા મૃતક ના પુત્ર આશિષભાઈ રાવળે અંબાજીના 7 માથાભારે તત્વો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. મૃતક મહિલા એ આત્મહત્યા કરતા પહેલા ચિઠ્ઠી લખી હતી. અંબાજી પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.

@@ અંબાજીના માથાભારે વ્યાજખોરો @@

અંબાજી પોલીસ સ્ટેશન મા 7 માથાભારે વ્યાજખોરો સામે પોલીસ કાર્યવાહી કરવામાં આવી છે અને અંબાજી પોલીસે સુંદર કામગીરી કરી રહી.

1.સુરેશભાઈ ચંદુભાઈ ઠાકોર

  1. લક્ષ્મી બેન ચંદુભાઈ ઠાકોર
    3.શીતલબેન ચંદુભાઈ ઠાકોર
  2. મિતભાઈ નરેશભાઈ માળી
    5.તેજલબેન મીતભાઈ માળી
    6.રાજુભાઇ ભાટિયા
  3. મમતાબેન વણઝારા

@@ અંબાજી પોલીસ વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરે @@

અંબાજી ખાતે 100 થી વધુ માથાભારે તત્વો વ્યાજખોરો નો વ્યવસાય કરી રહ્યા છે. આ માથાભારે તત્વો ઊંચા વ્યાજે નાણાં આપીને પઠાણી ઉઘરાણી કરી રહ્યા છે. અંબાજી પોલીસ આવા તત્ત્વો સામે કડક કાર્યવાહી હાથ ધરે તેવી માંગ ઉઠી છે

અહેવાલ તસ્વીર: કિશન શર્મા અંબાજી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here