અંતરજાળ ગ્રામ પંચાયત ના વિવિધ વોર્ડ માં ધન કચરા ના નિકાલ વ્યવસ્થા કરવા રજુઆત કરાઈ

0
8

તસ્વીર:એહવાલ-દિપક આહીર

અમો અરજદાર હાલ વોર્ડ 1 માં રહીએ છીએ અને અંતર જાળ ગ્રામ પંચાયત ના વોર્ડ 14 ના ચૂંટાયેલા સદસ્ય છીએ
હાલ માં અમારા વોર્ડ નંબર 1 માં ઘન કચરા નો ખુબ મોટા પ્રમાણ માં ભેગો થયેલ છે અને વિશ્વ વિખ્યાત પાતળીયા હનુમાન નું મંદિર અમારા વોર્ડ નં 1 થી બહુ દૂર નથી ત્યાં મંદિરે લાખો લોકો દેશ ના વિવિધ સ્થળે થી મંદિરે પાતળીયા હનુમાન ના દર્શને આવે છે .
અને વિવિધ વોર્ડ માં તપાસ કરતા ધન કચરો ભેગો થઈ ગયેલ છે અને અંતર જાળ એ ગ્રામ પંચાયત છે દરેક વોર્ડ ને અલગ ટ્રેક્ટર ફાળવણી કરી અખો દિવસ ઉભુ રાખી સકવું સક્ય નથી.અને 1 થી 14 વોર્ડ માં નગરપાલિકા કે મહાનગર પાલિકા જેવી કચરાની પેટિયું નથી કે જેમાં કચરો ઠાલવી સકાય.
જો વોર્ડ પ્રમાણે અંતર જાળ ગ્રામ પંચાયત ના ચાલતા ટ્રેક્ટર માં ધન કચરા ના ભેગા થયેલ ઢગલાઓ જ ઉપાડી લેવામાં આવે તો મજૂરો સાથે રાખીને તોજ યોગ્ય નિકાલ થાય.
અને ધન કચરો ભેગો થયેલ હોય ત્યાં ગાય કે આખલાઓ પ્લાસ્ટિક કે કાગળો ખાય છે જે યોગ્ય બાબત ના ગણાય અને કૂતરા કે ભૂંડ ત્યાં ગદકી ફેલાવે છે અને ઘન કચરા ના કારણે આજુ બાજુ ના વિસ્તાર નું વાતાવરણ દુષિત કરે છે અને દુર્ગંધ ફેલાય છે અને વરસાદ ના સમયગાળા દરમિયાન આવી પરિસ્થિતિ ના કારણે માખી મછર વધશે ત્યારે રોંગચાળો વધશે.
અને ધન કચર ના નિકાલ કરવામાં નહિ આવે તો હાલમાં ઘણા વોર્ડ માં ગટર ની ચેમ્બરો ખુલી હાલત માં છે અને કોઈ ચેમ્બર માં ઢાંકણા તૂટી ગયેલ હોવાથી ચેમ્બરો ની અંદર કચરો ભરાઈ જસે અને ગટર લાઇન બ્લોકેજ થશે અને ગટર ના પાણી નો નિકાલ બંધ થશે ત્યારે લોકો મુશ્કેલી માં મુકાશે ફરીથી ગટર ની ચેમ્બરો સફાઈ કરવા કે ગટર લાઇન બદલવા ની જરૂર પડે તો નાણા નો ખોટો વ્યય થશે.
તો ઉપરોક્ત વિવિધ બાબતોને ધ્યાને લઇ અમારી લેખીત રજુઆત ધ્યાને લઇ સત્વરે કાર્યવાહી કરશોજી .
અને સ્વચ્છ નિર્મળ અંતર જાળ ગ્રામ પંચાયત બનાવવા સાર્થક બનીએ .તેવી રજુઆત ગાંધીધામ તાલુકા પંચાયતમાં તાલુકા વિકાસ અધિકારી શ્રી ને અંતરજાળ ગામના ભરતભાઈ ધનજીભાઈ મ્યાત્રા એ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here