તસ્વીર :એહવાલ-દિપક આહીર
આજ રોજ હિન્દુ યુવા સંગઠન ભારતની સ્થાપના દિનની ઉજવણી નિમિત્તે જ્યારે દશમાં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે,ત્યારે હિન્દુ યુવા સંગઠન ભારતનો વ્યાપ સમગ્ર રાષ્ટ્રના અલગ અલગ રાજ્ય જિલ્લા અને તાલુકામાં વધી રહ્યો છે ત્યારે આજરોજ સ્થાપના દિનની ઉજવણીમાં અંજાર શહેર અને તાલુકા દ્વારા અંજાર શહેરના પ્રખ્યાત જડેશ્વર મહાદેવ મંદિર મધ્યે વૈદિક હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ અંજારમાં ગાયોને ને લીલો ચારો રાખવામાં આવ્યું હતું
આ આયોજનમાં પૂર્વ કચ્છ ઉપાધ્યક્ષ પરેશભાઈ શાશ્વત, અંજાર તાલુકા અધ્યક્ષ રાણા ભાઈ આહીર,અંજાર શહેર અધ્યક્ષ હેતલભાઈ સોનપાર, શહેર ઉપાધ્યક્ષ ચેતન ઝાલા, મહેન્દ્રભાઈ પટેલ તાલુકામંત્રી ગૌતમ ડાંગર, જીતુભાઈ પટેલ, તેમજ નરવીરસિંહ રાણા અર્જુનસિંહ,ધર્મેન્દ્રસિંહ,રાજ ઠકકર,ભગવાન રબારી,કાર્યકરો ગોપાલભાઈ આહિર,કાંતિભાઈ, નીતિન અમિત ગોસ્વામી સુરેશ ભાઈ ઓઝા, ડાયલાલ મઢવી,બ્રીજેનભાઈ ગોંડલિયા,જયપાલસિંહ,સાગર ખાંડેકા તથા શહેર અને તાલુકાના કાર્યકરો બહોળી સંખ્યામા ઊપસ્થિત રહી લાભ લીધો હતો.